વિથોણ પંથકાના માર્ગો બિસ્માર હાલતમાં

સૂત્રો દ્વારા માહિતી અમલી રહી છે કે, વિથોણ પંથકાના માજીરાઇથી આણંદસર, મણીપર,  કલ્યાણપર, લક્ષ્મીપર, ભડલી,  મોરઝરથી ધાવડા સુધીનો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જે માર્ગ પર સુધારવામાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. દેવપરથી ચાવડકા, લાખીયારવીરા માર્ગની  દશા  પણ લાંબા સમયથી એકદમ ખરાબ હાલતમાં જોવા મળી રહી  છે. આ માર્ગ પર પડેલા ખાડાઓ  અને  બંને  સાઇડમાં  બાવળનું અતિક્રમણ વાહનચાલકોમાં અકસ્માતનો ભય પેદા કરી રહ્યા છે. દેવપર રોડ પર નિર્માણાધિન પુલનું કામ બે માસ પૂર્વે હાથ ધરવામાં આવેલ હતું જે ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.  વધુમાં સૂત્રોએ જણાવ્યુ કે, આ પંથકના માર્ગ પર  કોઇ લોહિયાળ અકસ્માત  સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા  કરી પુલનું નવીનીકરણ અને દોઢ કિ.મી. ચાર માર્ગીય રસ્તાનું કામ પુન: ચાલુ કરાય તેવી માંગ ઉઠી છે.