ભુજ ખાતે આવેલ નાગોરમાં જીઆઇડીસી સ્થિત કંપનીમાં આગની જ્વાળાઓ વિકરાળ બનતા ધોડદામ મચી

copy image

copy image

ભુજ ખાતે આવેલ નાગોરમાં જીઆઇડીસીમાં કાર્યરત નીલમ એકવા અને સ્પેશિયલ કેમ. પ્રા. લિ. ઓઇલ પ્રોસેસિંગ કંપનીમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે ચકચાર પ્રસરી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત દિવસે બપોરના અરસામાં બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બોઇલર ફાટવાનાં કારણે આ આગનો બનાવ બન્યો હતો. બનાવની જાણ થતાં ભુજથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી કરી હતી. ફેલાયેલ આગ અંદાજે બે કલાક બાદ કાબૂમાં આવી હતી. વધુમાં સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, આ આગ વિકરાળ હોતાં ફાયર વિભાગનું બીજું ફાયર બ્રાઉઝર પણ મગાવીને આગને ઠારવાની કામગીરી કરવામાં આવી હતી.