ઓનલાઇન ફ્રોડનો શિકાર બનેલ રામપર-વેકરાના 21 વર્ષીય યુવાનને હૃદયરોગનો હુમલો આવતા મોત

copy image

હાલના વ્યસ્ત સમયમાં હૃદયરોગના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે વધુ એક હૃદયરોગનો બનાવ સામે આવી રહ્યો છે કે, રામપર-વેકરાના 21 વર્ષીય યુવાનને હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ યુવાન ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યો હતો જેના કારણે તે ચિંતામાં રહેતો હતો. આ ચિંતા વચ્ચે ગત દિવસે બપોરના સમયે તેને હૃદયરોગનો હુમલો આવતા સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.