મણિપુરમાં ફરી એક વખત હિંસા જાગી : પાંચ જિલ્લામાં કરફ્યૂ જાહેર

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે, મણિપુરમાં ફરી એક વખત હિંસા જાગી ઉઠી છે. જાણવા મળી રહ્યું છે કે, રાજ્યમાં 12 કલાકમાં સતત બીજી વખત સુરક્ષાદળો અને વિદ્રોહીઓ વચ્ચે ગોળીબારની ઘટના સામે આવી હતી. હાલમાં જીલ્લામાં સર્જાયેલ અશાંતિના પરીણામ સ્વરૂપે પાંચ જિલ્લામાં કરફ્યૂ જાહેર કરાયો હતો. વધુમાં સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગત દિવસે થૌબલમાં ચાર લોકોને ગોળી મારવામાં આવી હતી. તૈંગનૌપાલના મોરેહ શહેરમાં શોધખોળ અભિયાન દરમ્યાન બે લોકોને પકડી પાડવામાં આવેલ હતા જેને છોડાવવા માટે વિદ્રોહીઓએ ગોળીબાર કરી દીધો હતો. સૂત્રો દ્વારા જણાએ રહ્યું છે કે, આ ઘટનામાં 11 લોકો ઘાયલ થયાં હતા.