ભુજ તાલુકાનાં ધાણેટી ગામ નજીકથી બે ઓવરલોડ ડમ્પર કબ્જે : 6.43 લાખનો દંડ ફટકાર્યો  

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજ તાલુકાનાં ધાણેટી ગામ નજીકથી બે ઓવરલોડ ડમ્પરને ઝડપી પાડવામાં આવેલ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર આ સ્થળેથી રેતી અને વાઈટક્લે ભરેલા ઓવરલોડ ડમ્પરને ઝડપી પાડવામાં આવેલ હતાં. માહિતી મળી રહી છે કે, બન્ને ડમ્પરમાં 14.89 ટન સિલિકા રેતી અને 4.29 ટન વ્હાઈટકલે ઓવરલોડ માલ ભરેલો હતો. આ સ્થળેથી બંને ઓવરલોડ વાહનો કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપેલા બે ઓવરલોડ ડમ્પરના કેસમાં છ લાખ તેતાલીસ હજારનો દંડ ભરવાનો આદેશ જાહેર કરવામાં આવેલ હતો.