વિદેશી દારૂની કુલ 487 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

copy image

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી એક, અંજારનો યુનુસ ફકીરમામદ મીર નામનો શખ્સ એક ઇનોવા કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અંજારથી ભચાઉ તરફ આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી કાર આવતા તેને અટકાવવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસને જોઈ આરોપી શખ્સે કાર ભગાવી હતી. પરંતુ આગળ જતાં ડીવાઈડર સાથે કાર અથડાતાં ગાડી બંધ પાડી ગઈ હતી. પોલીસે તુરંત આરોપી શખ્સને ઝડપી કારની તલાશી લેતા તેમાથી ભારતીય બાનવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 1,70,450ની કિમતની કુલ 487 બોટલ નીકળી પડી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે આરી આરોપી શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.