ગઢશીશા ખાતે આવેલ મફતનગરમાંથી શરાબની 95 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડતી ગઢશીશા પોલીસ

copy image

copy image

ગઢશીશા ખાતે આવેલ મફતનગરમાંથી શરાબની 95 બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગઢશીશા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મનીષગર મંગલગર ગોસ્વામી નામના શખ્સે પોતાના કબ્જાના વાડામાં અંગ્રેજી પ્રકારનો દારૂ વેચાણ અર્થે રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલસે ગત દિવસે સાંજે 6 વાગ્યાના અરસામાં કાર્યવાહી હાથ ધરી હતી, અને બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી કુલ અંગ્રેજી પ્રકારની શરાબની 95 બોટલ કિં. રૂા. 37000 સાથે આરોપી શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.