નવાગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 24 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ નવાગામ પાસે સિમેન્ટ બલ્કર ટ્રકની હડફેટે આવી જતાં 24 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભચાઉમાં રહેનાર 24 વર્ષીય યુવાન નવાગામ નજીક આવેલ જેગુઆર કંપનીમાં કામ કરતો હતો. ગત તા. 31/12ના આ યુવાન બપોરના સમયે ઘરેથી પોતાની બાઇક લઇને કામ પર જવા નીકળ્યો હતો. તે સમયે કંપની આગળ રોડ પર સિમેન્ટ બલ્કર ટ્રક નંબર જી.જે. 12 સીટી-8076એ આ બાઇકને હડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇકચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે પ્રથમ ભચાઉ અને બાદમાં વધુ સારવાર અર્થે આદિપુરની હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ મામલે પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.