ભુજ શહેરમાંથી રાત વચ્ચે બે બાઈકની ચોરી કરી તસ્કરો થયા ફરાર

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ભુજના એરપોર્ટ રોડ પર સેવનસ્કાય નજીક આવેલ શિવ આરાધના સોસાયટીમાંથી રાત વચ્ચે બે મોટરસાઇકલની ઉઠાંતરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવેલ છે. આ મામલે શિવ આરાધના સોસાયટીમાં રહેતા ભરતભાઇ દેવશંકર મેઘનાની દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીએ ગત તા. 31/12ના રાતના સમયે ઘરની શેરીમાં તેમની બાઇક પાર્ક કરેલ હતી જે બીજા દિવસે સવારે હાજર ન મળતા આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. વધુમાં સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આ જ રાત વચ્ચે આ જ સોસાયટીમાં મકાન નં. 105માં રહેતા રાહુલ કનૈયા સત્યેન્દ્ર શર્માની પણ હીરો કંપનીની બાઇકની ઉઠાંતરી થઈ હતી. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.