ગાંધીધામમાં કામ કરતી વેળાએ લાહીની ઊલટી થયા બાદ યુવાનનું મોત
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ગાંધીધામ શહેરમાં ઓફિસમાં કામ કરતા સમયે ઉલ્ટી થયા બાદ યુવાનનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આ બનાવ ગાંધીધામમાં ડી-માર્ટની નજીક આવેલ એલ.કે.એલ.ની ઓફિસમાં બન્યો હતો. મૃતક યુવાન આ કચેરીમાં ગત દિવસે સાંજે સફાઇ કામ કરી રહ્યો હતો. તે સમયે તેને લોહીની ઉલ્ટી થતાં તેને 108 મારફતે સારવાર અર્થે રામબાગ હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ હતો. ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.