માંડવી ખાતે આવેલ ભરાપર ગ્રામ પંચાયતના પૂર્વ તલાટી દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી  

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, માંડવી નજીક આવેલ ભારાપર ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચારની ફરિયાદ સામે આવી છે. આ મામલે મળેલ માહિતી અનુસાર પૂર્વ તલાટી દ્વારા ભારાપર ગ્રામ પંચાયતના સરપંચ કે સભ્યોને વિશ્વાસમાં લીધા વગર પંચાયતના આકારણી રજિસ્ટરમાં 10 જેટલી ખોટી આકારણી કરવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. વધુમાં સૂત્રોએ જણાવ્યા મુજબ માંડવીના તાલુકા વિકાસ અધિકારીને ભારાપરના સરપંચ દ્વારા આ સમગ્ર પ્રકરણની લેખિતમાં જાણ કરવામાં આવી છે.