રાપર ખાતે આવેલ ચિત્રોડમાંથી 79 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર
copy image

રાપર ખાતે આવેલ નૂતન ચિત્રોડમાંથી પોલીસે 79 હજારનો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપર ખાતે આવેલ નૂતન ચિત્રોડમાં રિલાયન્સના ટાવર પાસે આવેલ ઇલેકટ્રીક રૂમમાં અમુક ઈશમો દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડનો કુલ રૂા. 79,800નો અંગ્રેજી શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. વધુમાં સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલ આરોપી ઈશમને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.