મુંદ્રા ખાતે આવેલ સમાઘોઘામાં બંધ ઘરના તાળાં તોડી 14.5 તોલા સોનાનાં દાગીનાની તસ્કરી થતાં ચકચાર
copy image

મુંદ્રા ખાતે આવેલ સમાઘોઘામાં બંધ ઘરના તાળાં તોડી 14.5 તોલા સોનાનાં દાગીનાની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત તા. 30/12ના ફરિયાદી તેમની પત્ની તથા પુત્રીને મળવા ઘર બંધ કરી વડોદરા ખાતે ગયેલ હતા. ત્યાર બાદ તા 2/1ના રોજ સવારના અરસામાં ફરિયાદીના પડોશીએ ફોન કરી ફરિયાદીના મકાનનું તાળું તૂટેલ હાલતમાં હોવાની જાણ કરી હતી. ફરિયાદીએ ઘરે પરત આવી તપાસ કરતાં ચોરી થયા હોવાનું જણાયું હતું. આ મામલે ઘરમાં વધુ તપાસ કરતાં સોનાના કુલ 14.5 તોલા જેની કિ.રૂા. 3,08,300ની કોઇ અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.