અંજારમાં સામાન્ય મુદ્દે થયેલ બોલાચાલી હિંસક બની જતાં એક યુવાન ઘાયલ
copy image

અંજારમાં સામાન્ય મુદ્દે થયેલ બોલાચાલી હિંસક બની જતાં એક યુવાનને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ ગત તા 23/12ના રોજ બન્યો હયો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજાર શહેરમાં આવેલ આશાબા પુલિયા પાસે હોટેલમાં જમવાના પૈસા આપવા મામલે ત્રણ શખ્સોએ એક યુવાનને ટ્રક પરથી નીચે પટકી દેતાં તેને ઇજાઓ પહોંચી હતી. વધુમાં મળતી માહિતી અનુસાર અંજાર તાલુકાના ચાંદ્રોડા નજીક રાતેશ્વરી હોટેલ પર ફરિયાદી અને તેના મિત્રો બેઠા હતા. તે દરમ્યાન અન્ય શખ્સ ત્યાં જમવા આવેલ હતા જેને જમી લીધા બાદ આ શખ્સોએ પોતાના પણ પૈસા આપી દેવા ફરિયાદીને કહેલ હતું. ફરિયાદીએ તેની ના પાડતા ફરિયાદી ટ્રકમાં બેસી ગયો હતો. આ વાહન અંજારના આશાબા પુલિયા પાસે પહોંચતાં આ ત્રણ આરોપી શખ્સોએ ફરિયાદીને માર મારી તેને ટ્રક નીચે પટકી દેતાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.