વધુ એક ખનીજચોરીનો કારસો ઝડપાયો : ડમ્પર અને ટ્રેક્ટર સીઝ કરાયાં
copy image

મુંન્દ્રામાં બેફામ ખનિજચોરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ખનીજ ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભુખી નદીના પટ વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ભુખી નદીના પટ વિસ્તારમાં લીઝ ક્ષેત્ર બહાર અનધિકૃત રેતી ખનન કરતાં શખ્સોને ઝડપી પાડવામાં આવેલ હતા ઉપરાંત ડમ્પર અને ટ્રેક્ટરને સીઝ કરવામાં આવેલ છે. આ વાહનોનો કબ્જો મુંન્દ્રા પોલીસને સોંપી અંજાર ખાણ અને ખનીજ વિભાગને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે.