ગાંધીધામાં એક શખ્સ પર લોંખંડના પાઇપ વડે હુમલો કરાતા ફરિયાદ નોંધાઈ
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામમાં આવેલ ભારતનગર પાસે વોર્ડ 9-બીની ઝાલા જોરાવર સોસાયટીમાં ગત તા. 28/8ના મારામારીનો બનાવ બન્યો હતો જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે અનાજ દળવાની ચક્કી ચલાવતા દિનેશ જખુ સથવારા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી દુકાને હતા તે દરમ્યાન તેમના પાડોશીએ આવી ગાળા ગાળી કરી દુકાન ખાલી કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ આરોપી શખ્સનાં પત્ની, માતા અને તેમનો દિકરો ત્યાં આવી ગાળા ગાળી કરી હતી. ત્યાર બાદ આરોપી શખ્સે લોખંડની પાઇપ વડે ફરિયાદી પર હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.