ભુજ ખાતે આવેલ જદુરા ચોકડી નજીક ચાની હોટેલમાં કામ કરતા 45 વર્ષીય શખ્સે ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો
copy image

ભુજ ખાતે આવેલ જદુરા ચોકડી નજીક ચાની હોટેલમાં કામ કરતા 45 વર્ષીય શખ્સે ગળેફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભુજના નાના રેહા ગામ નજીક જદુરા ચોકડી પર મોમાય ટી હાઉસમાં કામ કરતા એવા મૂળ વીરાના અને હાલમાં નાના રેહા રહેતા 45 વર્ષીય શખ્સે ગત રાત્રીના સમયે કોઇ અગમ્ય કારણોસર મોમાય ટી હાઉસ હોટેલના લોખંડના એંગલમાં રસ્સી વડે ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો હતો. બનાવની જાણ થતાં તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.