ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું કચ્છમાં આગમન : ગાર્ડ ઑફ ઑનર સાથે ઉષ્માભર્યું સ્વાગત

461a7225-8575-4f90-bbe0-2b6fc3207422

કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીનું ભુજ ખાતે આગમન થતાં ગાર્ડ ઑફ ઑનર સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, ભુજ પ્રાંત અધિકારીશ્રી એ.બી.જાદવ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતિ દર્શનાદેવીજીને કચ્છની ધરા ઉપર આવકાર આપીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.