અબડાસામાંથી ખનિજનું ગેરકાયદે વહન કરતાં બે ટ્રક જપ્ત કરાયા
અબડાસા ખાતે આવેલ નુંધાતડના સીમ વિસ્તારમાંથી ખનિજનું ગેરકાયદે વહન કરતાં બે ટ્રકને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ કાર્યવાહી ગત દિવસે રાતના સાયગાળામાં હાથ ધરવામાં આવી હતી. ગત રાત્રે અબડાસાના વહીવટી તંત્રએ ગેરકાયદે ખનિજ ભરીને જતી બે ટ્રક પકડી પાડી હતી, જેમાં અનુક્રમે 48 અને 27.75 મેટ્રિક ટન બેન્ટોનાઈટનો જથ્થો સામે આવતા બંને ટ્રકને કોઠારા પોલીસ મથકે લઈ જવામાં આવેલ હતી અને ખાણ-ખનિજ ખાતાને જાણ કરવામાં આવી હતી આ મામલે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.