ભાવનગરમાંથી 18.40 લાખની ચોરાઉ સોલાર પેનલની 115 પ્લેટ સાથે બે શખ્સને પોલીસે ઝડપી પાડ્યા
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભાવનગરમાંથી 18.40 લાખની ચોરાઉ સોલાર પેનલની 115 પ્લેટ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર,તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બે શખ્સોએ પાવઠી ગામની કીતાની નહેર વિસ્તારમાં ફુલસર ગામના રોડ પર આવેલ ફાર્મની જગ્યામાં સોલાર પેનલની પ્લેટો રાખેલ છે. જે ચોરાઉ હોવાની આશંકા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી શંકાસ્પદ સોલાર પ્લેટ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સો પાસેથી પોલીસે એલ્યુમીનીયમ ધાતુમાં ફીટ 115 પ્લેટ કિ.રૂ.18,40,000નો ચોરાઉ મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.