મોરબીમાં ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

copy image

copy image

મોરબીમાં ટ્રક અને બાઇક વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મૃતક બાઇક ચાલકનાં ભાઈ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત તા.૦4ના રોજ બન્યો હતો. ગત તા.04ના રોજ બનાવના ફરિયાદીને ફોન દ્વારા જાણવા મળેલ કે, ફરિયાદીના ભાઈ રોયલ ટચ સિરામિક કારખાનાનું કામ પૂર્ણ કરી પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન મોરબી નેશનલ હાઈવે પર વિશાલ ફર્નીચર નજીક હાઈવેના સર્વિસ રોડ પર એક ટ્રકચાલકે તેમની બાઇકને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. સર્જાયેલ અકસ્માતમાં બાઈકચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.