મોરબીના વાંકાનેરમાથી દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ : આરોપી ફરાર

daru2

copy image

copy image

મોરબીના વાંકાનેરમાથી દારૂ ભરેલ ટ્રક એલસીબીમી ટીમે ઝડપી પાડી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વાંકાનેર ખાતે આવેલ જાલીડા ગામ નજીક દારૂ ભરેલ ટ્રક મંગાવી બુટલેગરો દારૂનું કટિંગ કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ રેઈડ પાડી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૮૦૦૪ કીમત રૂ ૩૨.૮૬ લાખનો જથ્થો પકડી પાડ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે દારૂ અને તમામ સાધનો સહિત કુલ  58.86 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.