અવાર નવાર ચર્ચામા રહેતો અને ભ્રષ્ટાચાર આદરાતો ભુજ મુન્દ્રા રોડ આખરે ક્યારે થશે ભ્રષ્ટાચાર મુકત…?

અવાર નવાર ચર્ચામા રહેતો અને ભ્રષ્ટાચાર આદરાતો તેમજ લોકોના જીવને જોખમમાં મૂકતો ભુજ મુન્દ્રા રોડ આખરે ક્યારે થશે ભ્રષ્ટાચાર મુકત…? જેમાં બીટી સડકથી નારણપર થી કેરા તરફ આવતો રોડ હર હંમેશ ચર્ચામાં રહે છે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, કેરા ગામની વચ્ચેથી પસાર થતા રોડ પર તો ડામર ઉખડી જતા ધૂળ ઊડવાના કારણે વેપારીઓ અને ગામ લોકો પરેશાન થઈ ગયા છે. તેમજ માતેલા સાંઢ જેમ ચાલતા ઓવર લોડ વાહનો કેટલાય અકસ્માત નોતરે છે. ઉપરાંત રોડ પર મોટા મોટા ખાડાઓના કારણે ટુવીલર વાહનો પણ ચાલી શકતા નથી.  જે સ્થળે ખાડાઓ પુરવામાં આવેલ છે તેની પંદર દિવસની અંદર જ પહેલા જેવી જ હાલત થઈ જાય છે કારણ કે, કોન્ટ્રેક્ટ દ્વારા અધિકારીઓને મીઠાઈ આપી દેવામાં આવે છે જ્યારે ધારાસભ્ય કે સરપંચની ચૂંટણી આવે ત્યારે બાયપાસ બનાવસુ આવી રીતના વાયદાઓ કરી લોકોને લોલીપોપ આપી દેવાય છે. મોટી મોટી વાતો કરી જીત હાંસિલ કરીને લોકોના ટેક્ષના પૈસાથી પોતાના ઘર ભરી લેતા હોય છે પાંચ વર્ષની સતામાં રહેલ નેતા કરોડો ભેગા કરી લે છે કેટલી ગ્રાન્ટો પાસ થાય છે જેમાંથી 30 થી 40 ટકા કામ પણ થતું નથી અને જે થાય છે તેમાં ભ્રષ્ટાચાર તરી આવે છે પાંચ વર્ષની ગેરેંટીમા બનતા રોડ માત્ર 1 વર્ષમાં ઉખડી જાય છે આમ જોઈએ તો  છેલ્લા 5 વર્ષથી ભ્રષ્ટાચાર અને લાંચીયાઓ એતો માજા મુકી છે. સાંસદ હોય, ધારાસભ્ય હોય કે અન્ય નેતા ચૂંટણી સમયે લોકોના કામ ધંધા બંધ રખાવી ગાડીઓથી લઈ જઈ વોટિંગ કરાવે છે પરંતુ બાદમાં ગામડાઓ બાજુ ફરકતાં પણ નથી જો ક્યારેક આવેતો  ફોટા પડાવી ચૂપચાપ નીકળી જાય છે પછી ફોટા દેખાય ત્યારે લોકોને ખબર પડે કે સાહેબ ગામમાં આવ્યા હતા. તો શું ભુજ મુન્દ્રા રોડનો કોઈ નિવાડો આવશે…? કે કેમ..? તેવું લોકોનું કહેવું છે