કચ્છમાં દારૂ ઘુસાડવાના ઇરાદે ટ્રેઈનમાં ઘૂસેલા શખ્સોને મુસાફરોએ ઝડપ્યા
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, કચ્છમાં દારૂ ઘુસાડવાના આશયને પાર પાડવાના ઇરાદાથી ઘૂસેલા શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ મામલે મળેલ માહિતી અનુસાર કચ્છમાં દારૂ ઘુસાડવાના ઇરાદે મુંબઈથી આવતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં દારૂની 250થી 300 બોટલ સાથે ઘૂસેલા શખ્સોને કચ્છ આવતા પ્રવાસીઓએ ઝડપી પાડેલ હતા. ત્યાર બાદ નવસારી નજીક ટ્રેન થોભાવી તંત્રના હવાલે કરવામાં આવેલ હતા. સૂત્રોએ જણાવ્યા અનુસાર વલસાડ નજીક ટ્રેન ઊભી રહી તે દરમ્યાન મહિલા-બાળકો સહિતના લોકો ટ્રેનમાં ચડયા હતા. થોડા સમય બાદ દારૂ પીને કેટલાક શખ્સો મુસાફરો પર પડવા માંડતાં ચેન પૂલ કરી ટ્રેનને નવસારી અટકાવી અને આરપીએફને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ સામે આવ્યું કે, શરૂઆતમાં ટીટી અને જવાનોએ દાદ ન આપેલ, પણ મહિલા સહિતના મુસાફરોએ ભારપૂર્વકની રજૂઆત કરતાં તંત્રને જાણ કરવામાં આવેલ હોવાથી મહિલા પોલીસકર્મીએ આવી તપાસ હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ તપાસમાં કેટલીક મહિલાઓ તથા દિવ્યાંગ શખ્સો સહિતની વ્યક્તિઓ શરીર પર ટેપ લગાવી બાટલીઓ લઈને ચડયા હતા.આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવતા 250 થી 300 જેટલી દારૂની બોટલો નીકળી પડી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.