રાજકોટમાં જાહેર સ્થળો પર થુંકતા 11 લોકોને દંડ ફટકારવામાં આવ્યો
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, રાજકોટમાં જાહેર સ્થળો પર થુંકતા 11 લોકોને દંડિત કરવામાં આવેલ છે. મળેલ માહિતી મુજબ રાજકોટ મહાનગરમાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત જાહેર માર્ગોમાં થુંકતા 11 લોકોને સીસીટીવી મારફતે પકડી દંડ ફટકારવામાં આવેલ છે. કેમેરા મારફતે 1638 લોકેશન ચેક કરી 498 સ્થળોએ સફાઇ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે.આ મામલે 17 ફરિયાદો સામે આવતા તેનું નિરાકરણ કરવામાં આવેલ હતું. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.