નવી મુંબઈમાં એક શખ્સે 12 વર્ષની છોકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, નવી મુંબઈમાં એક 29 વર્ષીય શખ્સે 12 વર્ષની છોકરી સાથે કથિત રીતે લગ્ન કરવા છોકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. મળેલ માહિતી મુજબ આ ઘટના લગભગ છ માસ અગાઉ બની હતી. આરોપી શખ્સેએ યુવતી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પુરૂષ અને સગીર બંને મૂળ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના રહેવાસી છે. ગત ગુરૂવારે પનવેલના એક સ્થાનિક ડોક્ટરે એક સર્વે દરમ્યાન શોધી કાઢ્યું કે 12 વર્ષીય છોકરી ચાર મહિનાની ગર્ભવતી છે. આ અંગે જાણ થતાં ડોક્ટર દ્વારા તરત જ પોલીસને જાણ કરવામાં આવતા આ મામલો સપાટી પર આવેલ હતો. આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વું સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે.