મોરબીમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સ જેલના હવાલે

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મોરબીમાં એક યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી શખ્સને જેલના હવાલે કરી દેવામાં આવેલ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર મોરબીમાં આ યુવતી યુવતી તેઓના ઘર પાસે આવેલ દુકાને ગયેલ હતી તે દરમ્યાન આરોપી શખ્સે તેની સાથે અવાવરુ ઓરડીમાં દુષ્કર્મ ગુજાર્યો હતો. આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધો હતો. આ મામલે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.