ભચાઉ ખાતે આવેલ ચાંદ્રોડી અને ખોડાસરની નવ પવનચક્કીમાંથી કુલ 1.74 લાખની તસ્કરી થતાં ચકચાર

ભચાઉ ખાતે આવેલ ચાંદ્રોડી અને ખોડાસરના સીમ વિસ્તારમાં આવેલ નવ પવનચક્કીમાંથી કુલ 1.74 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે નોંધવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા.5/11ના રાત્રિના 12 વાગ્યાથી તા.5/1ના સવારે 8 વાગ્યા સુધીના સમયગાળામાં આ બનાવ બન્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અજાણ્યા ચોર ઈશમો જુદી-જુદી કંપનીની નવ પવનચક્કીમાંથી 35 સ્કવેર એમ.એમ. થ્રી કોરના કોપર વાયર 240 મીટર કિં. રૂા. 48 હજાર, ટ્રાન્સફોર્મર કોપર વ્રાઈન્ડિંગ 300 કિ.ગ્રા. કિં. રૂા. 75 હજાર તથા બંધ ઓરડીઓનાં તાળાં તોડી તેમાંથી કોપરની પટ્ટી 205 કિ.ગ્રા. કિં. રૂા. 51,250ની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. મળેલ માહિતી અનુસાર ચોરાઉ માલની કુલ કિં. રૂા. 1,74,250 હોવાનું અનુમાન છે.પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.