ગાંધીધામમાંથી ચાઈનીઝ દોરી સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image

ગાંધીધામમાંથી ચાઈનીઝ દોરી સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામમાં આવેલ ખોડિયારનગરના એક ઝૂંપડામાં કોઈ શખ્સ ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ રેઇડ પાડી અને આરોપી શખ્સને ચાઈનીઝ દોરી સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.