મહારાષ્ટ્રથી કચ્છ પ્રવાસે આવેલ 75 વર્ષીય વૃદ્ધાનું પડી જવાથી મોત

copy image

copy image

મહારાષ્ટ્ર ખાતે આવેલ થાણેથી કચ્છના પ્રવાસે આવેલ 75 વર્ષીય વૃદ્ધાનું પડી જવાથી મોત થયું હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર થાણેથી પરિવારજનો સાથે કચ્છના પ્રવાસે આવેલા 75 વર્ષીય વૃદ્ધા ગત દિવસે ભુજના રિસોર્ટમાં પડી જતા મૃત્યુ પામ્યા છે. મળેલ માહિતી મુજબ ગત તા. 3/1ના આ વૃદ્ધા પરિજનો સાથે કચ્છના પ્રવાસે આવેલ હતા. ધોરડો અને ધોળાવીરાનો પ્રવાસ પૂરો કર્યા બાદ ગત તા. 5/1ના ભુજમાં રેયાણ રિસોર્ટમાં રોકાયા હતા. જ્યાં સાંજે બાથરૂમ જતા ત્યાં ઊલટી થતા પડી ગયેલ હતા. બનાવની જાણ થતાં વૃદ્ધાને સારવાર અર્થે ભુજની કે. કે. હોસ્પિટલ  અને ત્યારબાદ જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.