અંજારના મેઘપર-બોરીચી વિસ્તારમાં થયેલ ચોરીના આરોપીને જેલના હવાલે કરાયો
copy image

અંજારના મેઘપર-બોરીચી વિસ્તારમાં ત્રણ માસ અગાઉ થયેલ ધરફોડ ચોરીનાં કેસમાં પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ ચોરી અંગે પોલીસ મથકે ફાઇયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. મળેલ માહિતી અનુસાર પકડાયેલ શખ્સ પાસેથી કુલ રૂા. 13 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.