અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં બે મહિલા સહિત પાંચ ખેલીઓ પોલીસના સકંજામાં

copy image

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ ખેલીઓને પોલીસે પકડી કુલ 68 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મેઘપર બોરીચીમાં લીલાશાહ કુટિયા પાછળ ગજાનંદ પાર્કમાં એક રહેણાક મકાન પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા બે મહિલા સહિત પાંચ જુગાર પ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડા રૂા. 18,920 સહિત કુલ રૂા. 68,920નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધો આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.