લેર હનુમાનજી મંદિરના 99 વર્ષીય પૂજારી પર છરી વડે હુમલો કરાતા ચકચાર
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, લેરવાળા હનુમાનજીના મંદિરમાં સેવા-પૂજા કરતા 99 વર્ષીય પૂજારી પર તેમના જ પરિવારના યુવાને છરીથી પ્રાણઘાતક હુમલો કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પધ્ધર પોલીસ મથકે પૂજારીના પૌત્ર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના દાદા લેર ગામે હનુમાનજી મંદિરમાં સેવા-પૂજા કરે છે. ગત દિવસે બપોરના અરસામાં તેઓ અતિથિગૃહમાં હાજર હતા તે દરમ્યાન ફરિયાદીનો કૌટુંબિક ભાઇ મશ્કરી કરતો હતો, જેથી ફરિયાદીના દાદા એવા પૂજારી બાપુએ મશ્કરી કરવાની ના પાડતાં આ શખ્સે ઉશ્કેરાઇ જઈ બાપુને ગળાના ભાગે છરીના ત્રણ ઘા અને કાંડામાં એક ઘા મારી પ્રાણઘાતક હુમલો કર્યો હતો. આ અંગે જાણ થતાં બાપુને તુરંત જ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. પધ્ધર પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.