મુંદ્રા પંથકમાં દારૂનું વેચાણ કરતા શખ્સને તડીપાર કરી દેવાયો

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મુંદ્રા પંથકમાં દારૂનું વેચાણ કરતા શખ્સને તડીપાર કરી દેવામાં આવ્યો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ગત તા. 29/12/2023ના આ શખ્સને કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ, જિલ્લાની હદમાંથી એક વર્ષના સમયગાળા માટે તડીપાર કરવાનો હુકમ જાહેર કરી દેવાયો હતો. આ હુકમની અમલવારી કરવામાં આવતા પોલીસ ઈન્સ્પેક્ટર, પ્રાગપર પોલીસ સ્ટેશને આરોપી શખ્સને હિરાસતમાં લઈ તડીપાર કરી દેવાયો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર શખ્સ વિરુદ્ધ કેટલા ગુના નોંધાયેલ છે અને આ શખ્સ મુંદ્રા પંથકમાં દેશી દારૂનું વેચાણ કરી રહ્યો હતો. ઉપરાંત આરોપી શખ્સ વિરુદ્ધ ગામમાં છરી જેવા તીક્ષ્ણ હથિયાર ખુલ્લા રાખી લોકોમાં ભય ફેલાવવાની ફરિયાદો પણ નોંધાવવામાં આવેલ છે