ભુજ ખાતે આવેલ કેરામાંથી સગીરાનું અપહરણ થતાં ચકચાર
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજ ખાતે આવેલ કેરામાંથી સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ભુજ તાલુકાનાં કેરામાંથી સગીરાનું અપહરણ થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ગત તા. 31-12ના આ સગીરાનું કોઇ અજાણ્યા ઇસમે લલચાવી-ફોસલાવી તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ છે.પોલીસે આ અંગે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.