એસટી નિગમ દ્વારા ભચાઉ એસટી ડેપોને બે બસ એનાયત કરાઈ જે કચ્છના સૌથી લાંબા રૂટ પર પર દોડશે
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગત દિવસે ભચાઉ એસટી ડેપોમાં બે નવી બસોને લીલીઝંડી આપવામાં આવીલ હતી. સૂત્રો દ્વારા વધુ માહિતી મળી રહી છે કે, આ બન્ને બસ ભુજથી મધ્યપ્રદેશના લાંબા રૂટ પર ચાલસે. પ્રથમ રૂટ કરછની કુળદેવી માતાનામઢ સુધી જશે. ગત રવિવારના એસટી નિગમ દ્વારા ભચાઉ એસટી ડેપોને આપવામાં આવેલ બે બસોનું લોકાર્પણ કરાયું હતું. વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર ડેપો મેનેજરે તમામ મહેમાનોને આવકાર્યા હતા. એસટી નિગમ દ્વારા ભચાઉ એસટી ડેપોને મળેલી નવી બંને બસો કચ્છના સૌથી લાંબા રૂટ પર દોડશે. જે રૂટ ભુજથી પીટોલ મધ્યપ્રદેશ સુધીનો રહેશે. માહિતી મળી રહી છે કે, આ બંને બસમાંથી એક બસને પહેલા દિવસે માતાનામઢ અને ત્યારબાદ નારાયણસરોવર સુધી જતા રૂટ પર લઈ જવામાં આવેલ હતી. એસટી નિગમ દ્વારા ભચાઉ એસટી ડેપોને મળેલ નવી બસ ભચાઉથી ભુજ, ભુજથી પીટોલ, પીટોલથી ભુજ અને ભુજથી ભચાઉ રૂટ પર દોડશે. જેના કુલ કિમી 1368 થાય છે. રાજ્યના સૈાથી લાંબો રૂટ છે.
વધુમાં માહિતી મળી રહી છે કે, હાલમાં એસટી નિગમ દ્વારા ભચાઉ ડેપોને માત્ર બે જ બસ મળી છે.પરંતુ ભચાઉ ડેપોને ઓછામાં ઓછી 10 નવી બસની જરૂરિયાત છે. ઉપરાંત ભચાઉ એસટી ડેપોમાં ઘણા સમયથી સ્ટાફ ઘટની સમસ્યા પણ છે. ઉપરાંત બસ ડેપોમાં પ્રવાસીઓને પણ કેટલીક હેરાનગતિ ભોગવવી પડે છે. જેમાં શૈાચાલય સુવિધાયુક્ત નથી. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભચાઉના એસટી બસ ડેપોમાં તમામ સુવિધાઓ પ્રાણ કરવામાં આવી તેવી માંગ ઉઠી છે,