કંડલામાં ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, કંડલામાં ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર પોલીસ વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન આરોપી શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર પોલીસ ચેકિંગ દરમ્યાન નંબર પ્લેટ વિનાનું આવતું જણાતા તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. બાઇક ચાલક પાસે આધારપુરાવા માંગતા તે રજૂ કરી શકયા ન હતા. તેથી પોલીસે બંને બાઈક કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.