વાંકાનેરના એક ગામની વાળીમાં ઢોરની ગમાણમાંથી દારૂની 195 બોટલો સાથે એક શખ્સ પોલીસના સકંજામાં

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, વાંકાનેર ખાતે આવેલ અગાભી પીપળીયા ગામમાથી ઢોરની ગમાણમાંથી દારૂ 195 બોટલો મળી આવેલ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર વાંકાનેર તાલુકા વિસ્તારમાં સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અગાભી પીપળીયા ગામે સાજળીયાવાળી સીમમાં આવેલ વાળીમાં એક શખ્સ દારૂનું વેચાણ કરી રહ્યો છે.મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી ઢોરની ગમાણમાંથી દારૂની મોટી 28 અને નાની 167 આમ કુલ 195 બોટલો મળી કુલ 27,180ના દારૂ સાથે આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો.પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.