વાંકાનેર ખાતે આવેલ ખોરાણા ગામ નજીકથી એક કારમાંથી દારૂની 192 બોટલ સાથે બે શખ્સ ઝડપાયા
copy image

વાંકાનેર ખાતે આવેલ ખોરાણા ગામ નજીકથી એક કારમાંથી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વાંકાનેર ખાતે આવેલ ખોરાણા ગામ નજીકથી એક કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ વોચ ગોઠવી બાતમી વાળી કાર આવતા તેની તપાસ હાથ ધરી હતી. જેમાં કારમાંથી 192 દારૂની બોટલ નીકળી પડી હતી. પોલીસે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન કુલ 72000 હજારના દારૂ સહિત કુલ 3.95 લાખનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે બે શખ્સોની અટક કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.