મોરબીમાં રીક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

copy image

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, મોરબી ખાતે આવેલ કબીર ટેકરી પાસે રીક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. મળેલ માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કબીર ટેકરી શેરીનં.૮ નજીક બે શખ્સો પોતાના કબ્જાના રિક્ષામાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જઈ બાતમી વાળા રિક્ષાની તપાસ હાથ કરતાં તેમાં વિદેશી દારૂની રૂપિયા ૬૩૦૦ની કિંમતની કુલ ૨૧ નંગ બોટલ નીકળી પડી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.