મોરબી માળિયા હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત

copy image

copy image

મોરબી માળિયા હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં, બાઇક ચાલકનું મોત થયું હતું તેમજ અન્ય બાઇક સવાર ઘાયલ થયા હતા. આ ઘટના અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત તા.૦૪ના રોજ મૃતક તેના મિત્ર સાથે હોન્ડા સાઈન મોટર સાયકલ લઈને વાંકાનેર જઈ રહ્યો હતો.  તેઓે મોરબી માળીયા હાઈવે ટીંબડી ગામનાં પાટિયા આગળ આવેલ ઓએસીસ કારખાના સામે આવેલ આઈમાતા રામદેવ હોટલ નજીક પહોંચ્યા હતા તે દરમ્યાન પુરપાટ આવતા ટ્રકના ચાલકે બાઇકને અડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં બાઇક ચાલકનું માથું ટ્રકના વ્હીલમાં આવી જતાં ગંભીર ઇજાઓના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ઉપરાંત બાઇક પર સવાર અન્ય શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે આ અંગે ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.