1.02 લાખના એમડી ડ્રગ સાથે એક યુવાનને ઝડપી પાડતી અમદાવાદ એસઓજી ટીમ
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, અમદાવાદ એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન 1.02 લાખના એમડી ડ્રગ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો હતો. મળેલ માહિતી અનુસાર મળેલ પૂર્વ બાતમીના આધારે પોલીસે આરોપી શખ્સને ઝડપી તમામ મુદ્દામલ હસ્તગત કાર્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે શાહપુરમાં એક શખ્સ ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી 10.260 ગ્રામ ડ્રગ સાથે આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.