રાપરમાંથી 44 હજારના મુદ્દામાલ સાથે સાત જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા
copy image

રાપર ખાતે આવેલ કીડિયાનગરમાંથી પોલીસે કુલ રૂ.44 હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ મામલે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપર ખાતે આવેલ કીડિયાનગરમાં કોઈ શખ્સ પોતાના મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા.પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂપિયા 17,200 સહિત કુલ 44,700નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.