ગાંધીધામમાંથી 11 હજારની રોક્ડ સાથે નવ ખેલીઓ ઝડપાયા

970736623Jugar

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામના કાર્ગો આઝાદનગર નટવાસમાં જાહેરમાં પત્તા  ટીંચતા નવ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ મામલે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,ગાંધીધામના કાર્ગો આઝાદનગર નટવાસમાં જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને કુલ 11,050ની રોકડ સાથે પકડી પડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.