સામખિયાળીમાં રૂા. 1.10 લાખની કિંમતની બેટરીઓની તસ્કરીના પ્રકરણમાં પાંચ શખ્સ પોલીસના સકંજામાં
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉનાં સામખિયાળીમાં રૂા. 1.10 લાખની કિંમતની બેટરીઓની તસ્કરીના પ્રકારણમાં પોલીસે પાંચ શખ્સોની અટક કરી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર હાલમાં જ કચ્છના પ્રવેશદ્વાર એવા સામખિયાળીમાં અલગ-અલગ ટ્રકોમાંથી 22 બેટરીઓની તસ્કરી કરી આરોપી ઈશમો ફરાર થઈ ગયેલ હોવાનો કિસ્સો સામે આવેલ હતો. આ મામલે નોંધાયેલ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી, પોલીસે પાંચ શખ્સોને જેલના હવાલે કર્યા હતા. સૂત્રોએ જણાવ્યા અનુસાર પકડાયેલ ઈશમો પાસેથી 22 બેટરીઓ કિં. રૂા. 1.10 લાખ સહિત કુલ રૂા. 1.55 લાખનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.