વિશાખાપટ્ટનમથી ગાંધીધામ આવતી ટ્રેનમાં એરફોર્સના જવાનના પર્સની ઉઠાંતરી
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, વિશાખાપટ્ટનમથી ગાંધીધામ આવતી ટ્રેનમાં એરફોર્સના જવાનના 5000 સહિતના પર્સની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. છેલ્લા 6 વર્ષથી ભુજ એરફોર્સમાં ફરજ બજાવતા ફરિયાદી વિશાખાપટ્ટનમથી ગાંધીધામ આવતી ટ્રેનમાં સવાર થવા બડનેરા રેલ્વે મથકે ઊભા હતા તે દરમ્યાન ટ્રેન આવતા ફરિયાદી અને તેમના પત્ની ટ્રેનમાં બેઠા હતા. ટ્રેનમાં સવાર થયા બાદ દંપતી સૂઈ ગયા હતા અને બાદમાં સામખિયાળીમાં પહોંચતા તેમનો પર્સ હાજર મળ્યો ન હતો. ચોર ઈશમોએ તેમની ઊંઘનો લાભ લઇ આ પર્સની ઉઠાંતરી કરી હતી. આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી ધરી છે.