ભચાઉ ખાતે આવેલ સામખિયાળી ટોલ ટેક્સ નજીક 56 વર્ષીય આધેડનું બાઈકની અડફેટે મોત
copy image

ભચાઉ ખાતે આવેલ સામખિયાળી ટોલ ટેક્સ નજીક 56 વર્ષીય આધેડને બાઇક ચાલકે અડફેટે લેતા આધેડનું મોત થયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ આધેડ મૂળ બિહારના હતા. તેઓને નોકરીની જરૂર હોવાથી તેમણે પોતાના મિત્રને જાણ કરી હતી. જેથી ફરિયાદીએ (આધેડના મિત્ર ) તેમને સામખિયાળી આવવા જણાવેલ હતું. આ આધેડ ગત દિવસે બપોરે અહીં ટોલ નાકે રોકાયા હતા. ત્યાર બાદ રાતના માર્ગ ઓળંગતા સમયે નંબર વગરની બાઇકે તેમને હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ આધેડને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.