ગાંધીધામમા 50 વર્ષીય આધેડે ઍસિડ ગટગટાવી મોતને ભેટો કર્યો
copy image

ગાંધીધામ શહેરમાં આવેલ સપનાનગરમાં 50 વર્ષીય આધેડે એસિડ ગટગટાવી જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ શહેરમાં આવેલ સપનાનગરમાં રહેતા આ 50 વર્ષીય આધેડ ગત દિવસે સવારના અરસામાં પોતાના ઘરે હાજર હતા. તે દરમ્યાન કોઈ આગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. બનાવની જાણ થતાં આધેડને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.