દારૂની 108 બોટલ સાથે એક શખ્સ પોલીસના સકંજામાં

ગાંધીધામ બી ડિવિસન પોલીસ પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન નૂરી મસ્જિદ પાસે પહોચતા તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ વર્ષામેળીનો કોઈ શખ્સ પોતાના કબ્જાની સ્વિફ્ટ ગાડીમાં વિદેશી દારૂનો જથો ભરી જવાહર નગર થી ગાંધીધામ તરફ આવી રહેલ છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળા સ્થળ પર વોચ ગોઠવી પોલીસએ બાતમી વાળી કાર આવતા તપાસ હાથ ધરી હતી. ગાડીની તપાસ હાથ ધરતા તેમાથી શીલબંધ બોટલો નંગ 108 જેની કિમત રૂપિયા 37,800 નો મુદામાલ નીકળી પડ્યો હતો. પોલીસએ દારૂ સહિત કુલ 2,92,800 નો મુદામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી હતી. પોલીસએ આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.