મોરબીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image

મોરબી ખાતે આવેલ ટંકારાની ખીજડીયા ચોકડી નજીકથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં એક વેપારીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મોરબી ખાતે આવેલ ટંકારાની ખીજડીયા ચોકડી નજીક આવેલ ગાત્રાળ પાન પાસે પતંગના સ્ટોરમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી નંગ ચાર મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કારી આરોપી શખ્સની અટક કરી હતી. પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.